ચાર જાદુઈ દરવાજા...

  • 21 Jun 2020
  • Posted By : Jainism Courses

LOCKDOWN:

આશીર્વાદ કે અભિશાપ? 

- ACHARYA VIJAY MUKTIVALLABH SURIJI 

 

ચાર જાદુઈ દરવાજા...

 

"ધનવાન બનવાના કિમિયા..." 

"રાતોરાત કરોડપતિ બનો..." 

"પૈસાદાર કેવી રીતે બની શકાય...?" 

 

આવા ટાઇટલવાળા પુસ્તકોનું બજારમાં ઘૂમ વેચાણ ચાલે છેે. બીજા ધનપતિ થાય કે ન થાય આવા પુસ્તકોના લેખકો અને પ્રકાશકોતિો ધનવાન થઈ જાય છેે. 

એક માણસે અખબારમાં જાહેરખબર આપી. કરોડપતિ બનવાનો અકસીર ઉપાય જાણો. સો રૂપિયાનું મનીઓડૅર કરો અને અકસીર ઉપાય જાણો. લાખો માણસોએ સો સો રૂપિયાના મનીઓડૅર કરી શીઘ્ર કરોડપતિ બનવાનો ઉપાય જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. બધાને એકસરખો પ્રિન્ટેડ જવાબ મળ્યો : તમે પણ મારી જેમ કરવા માંડો... 

એમ કોઈ પુસ્તકો વાંચવાથી કે કોઈની ટીપ્સ લેવાથી ધનપતિ બનાતું નથી. 

ભાગ્ય સાથ આપે તો ધનવાન બનાય છેે. પરંતુ ગુણવાન બનવા માટે ટીપ્સ જરૂર ઉપયોગમાં આવી શકે. 

આમ જોઈએ તો ગુણવાન બનવું એ ખુબ કઠીન બાબત છેે. ગુણવાન બનવા માટે બે બાજુના પ્રયત્ન જોઈએ. જીવનમાં પેસી ગયેલા અને પેધી ગયેલા દોષોને કાઢવાનો પુરુષાર્થ અને ગુણોને ખીલવવાનો પુરુષાર્થ પાક ઉગાડવા પહેલા જમીન ખેડવાનો પુરુષાર્થ કરવો પડે અને પછી વાવણી અને માવજતનો પુરુષાર્થ થાય ત્યારે પાક ઉગે. 

જીવનમાં સ્વભાવરૂપ બની ગયેલા દોષને કાઢવા તો સહેલા નથી જ. પાંચ દસ વર્ષથી લાગેલું સિગારેટ કે તમાકુનું વ્યસન છોડવું અતિ મુશ્કેલ હોય છેે. તો સ્વભાવમાં વણાઈ ગયેલા ક્રોધ, લોભ વગેરે દોષો કાઢવાનું કામતો અતિ કપરું ગણાય. એક નાનકડા ગુણને પણ આત્મસાત કરવા માટે પ્રચંડ સાધના અપેક્ષિત છેે. તો અનેક ગુણોરત્નોથી જીવનને અલંકૃત કેવી રીતે કરી શકાય ? 

ધનવાન બનવાનો શોર્ટકટ ન મળે પણ ગુણવાન બનવાનો શોર્ટકટ છેે જ. જીવનને દોષમુક્ત અને ગુણસમૃદ્ધ બનાવવા માટે ચાર દરવાજા નો કોન્સેપ્ટ સમજવા જેવો છેે. 

એક થિયેટર એવું હતું. જેમાં ચાર દરવાજા હતા. 

૧.. Entrance for the Gents... 

૨.. Entrance for the Ladies... 

૩.. Exit for the Gents... 

૪.. Exit for the Ladies... 

આપણા જીવનભુવનને પણ આવા ૪ Invisible દરવાજા છેે. 

૧.. Entrance for the Virtues... 

૨.. Entrance for the Vices... 

૩.. Exit for the Virtues... 

૪.. Exit for the Vices... 

જમણે દોષોને કાઢવા છેે અને ગુણોથી સમૃદ્ધ થવું છેે તેમણે બે દરવાજા બંધ રાખવા જોઈએ અને બે દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. 

Entrance for the virtues અને Exit for the vices આ બે દરવાજા મોકળા મૂકી દેવા જોઈએ. 

અને, 

Exit for the virtues અને Entrance for the vices આ બે દરવાજાને સજ્જડ બંધ કરીને ખંભાતી તાળાં મારી દેવા જોઈએ. 

આ ચાર દરવાજાનાં નામ શું છેે ? કયા છેે આ દરવાજા?

ગુણાનુરાગ એ ગુણોના પ્રવેશનો દરવાજો છેે... 

પરનિંદા એ દોષોના પ્રવેશનો દરવાજો છેે... 

આત્મપ્રશંસા એ ગુણોનો નિકાલ કરતો દરવાજો છેે..અને.. 

આત્મનિંદા એ દોષોનો નિકાલ કરતો દરવાજો છેે... 

આ ચાર દરવાજા ઓટોમેટીક કનેક્શનવાળા છેે. કોઈપણ એક દરવાજાને ઓપરેટ કરો એટલે બાકી ના ત્રણ દરવાજા ઉપર પણ તેની ઈફેક્ટ થઈ જાય. 

તમે Entrance for the virtues ગુણાનુરાગ નામનો દરવાજો ખોલી નાખ્યો. બીજા કોઈ દરવાજાને તમે અડતા પણ નથી છતાં આપોઆપ આત્મનિંદાનો દરવાજો ઉઘડી જશે... પરનિંદાનો દરવાજો અને આત્મપ્રશંસાનો દરવાજો બંધ થઈ જશે. 

જેને બીજા ગુણવાન લાગે છેે, તેને પોતાની જાત ગુણોથી હીન લાગવાની જ. જને પોતાની પ્રશંસા અને આપ બડાઈ ખૂબ ગમે છેે તે પરનિંદા કર્યા વગર નહીં જ રહી શકે.  

ગુણાનુરાગ અને ગુણાનુવાદ એ ગુણોને આકર્ષિત કરનારૂ મેગ્નેટ છેે. બીજાના ગુણોની પ્રશંસા એ ગુણોને આમંત્રિત કરતી આમંત્રણપત્રિકા છેે. ગુણોનો આહવાનમંત્ર છેે. 

દુનિયા કેટલી સારી છેે. આજના વિષમ કાળમાં પણ અનેક ઉત્તમ અને સજ્જન માણસો નજરે ચડે છેે. અનેક ધર્માત્માઓ ઉત્તમ ધર્મમય જીવન જીવે છેે. કોઈ દાનેશ્વરી છેે... કોઈ તપસ્વી છેે... કોઇ સદાચારી છેે... કોઈ ઈશ્વરનો પરમ ભક્ત છેે... કોઈ ઉદાર છેે... કોઈની સમતા અને ક્ષમાશીલતા અદભુત છેે... કોઈ વિનમ્ર છેે,તો કોઈના વિવેક અને ઔચિત્ય ગજબના છેે... શું આવા ગુણીયલ વ્યક્તિઓ આપણી નજરે નથી ચડતા? એક જ કામ કરો. ગુણવાનનાં ગુણો જોઈને રાજીના રેડ થઈ જાઓ... આંખોમાંથી હર્ષના આંસુ વહાવો... મુખેથી ઉદારદિલે પ્રશંસા કરો... પાંચ દસ વ્યક્તિઓ આગળ કોઈના જોયેલા જાણેલા ગુણોનું Sharing કરો. 

પેલા પ્રસિદ્ધ ગીતની પંક્તિને આત્મસાત કરો... 

              ગુણથી ભરેલા ગુણીજન દેખી... 

              હૈયું મારું નૃત્ય કરે... 

હૈયાને નૃત્ય કરાવવા માટે આવા અનેક આલંબનો દિવસભરમાં મળી શકે છેે. 

કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છેે. અને લોકડાઉનને કારણે અનેક લોકો મુસીબતમાં છેે, ત્યારે પોતાની પરવા કર્યા વગર અસરગ્રસ્ત માનવની સેવા માટે મચી પડેલા સેવાર્થીઓને જોઈને શું આપણું હૈયું નૃત્ય ન કરે? 

લોકડાઉનની આ નવરાશમાં ટી.વી કે મોબાઈલ સામે જુએ પણ નહીં અને દિવસના છેે-સાત કલાક સદવાંચન કરે તેવા કોઈ વાંચનપ્રિય સદગૃહસ્થ ને જોઈને આપણું હૈયું નૃત્ય ન કરે?

આ લોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલીમાં આવેલા લોકો માટે લાખો રૂપિયાની સખાવત કરનાર દાનવીરને જોઈને શું આપણું હૈયું નૃત્ય ન કરે?

 

ગુણાનુરાગ માટેના અઢળક નિમિત્તો આપણને રોજ ઉપલબ્ધ થતાં જ હોય છેે. જો ખૂબ સરળતાથી અને સહજતાથી ગુણવાન બની જવું છેે તો ગુણપ્રશંસાની એક પણ તક જવા ન દો. 

વનસ્પતિ જગતમાં એક વિચિત્ર વેલ થાય છેે. તેનું નામ જ છેે : પરોપજીવી વેલ. 

કોઈ તેના ક્યારામાં ખાતર પાણી સિંચે નહીં કે વરસાદ પણ થાય નહીં તોય આ વેલ બારે માસ લીલીછમ રહે છેે.તે એક અદ્ભૂત ચાલાકી કરે છેે. કોઈ મોટા વૃક્ષના થડમાં તે તેનું મૂળિયું Connect કરી દે છેે. આ મોટું ઝાડ પોતાના મૂળિયા જમીનમાં ઉંડે ઉતારી ને તેમાંથી રસકશ ચૂસે છેે તે આ વેલડી બારોબાર ગ્રહણ કરી લે છેે. વગર મહેનતે બારે માસ લીલીછેમ... 

આ વેલ પાસેથી ચાલાકી શીખવા જેવી છેે. જેમણે ગુણસાધનાનો પ્રચંડ પુરુષાર્થ ખેડીને ગુણસિદ્ધ કર્યા છેે. તેમની સાથે ગુણપ્રશંસા દ્વારા તમે Connect થઈ જાઓ. સાધના તેમણે કરી છેે... સુકૃત તેમણે કર્યું છેે... ગુણપ્રાપ્તિનો પુરુષાર્થ તેમણે કર્યો છેે...તમારે તો કરવાની છેે માત્ર સાચા દિલની પ્રશંસા. 

હોશિયાર વિદ્યાર્થી વરસભરની મહેનત કરી ને પરીક્ષામાં ખૂબ સુંદર પેપર લખે. બાજુમાં બેઠેલો ઠોઠ વિધાર્થી તેના પેપરમાંથી જોઇને બધું લખી લે. વગર મહેનતે અને વગર હોશિયારીએ એ પણ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થઈ જાય છેે. પરીક્ષામાં બીજા ના પેપરમાંથી જોઇને લખવું તે તો ચોરી છેે. પરંતુ બીજાના ગુણોની પ્રશંસા કરીને ગુણવાન બનવું તે તો ગુણસમૃદ્ધ બનવાનો પ્રામાણિક અને જ્ઞાનીપુરુષો દ્વારા પ્રમાણિત માર્ગ છેે. 

ગુણપ્રશંસા કરવાથી ગુણો જીવનમાં આવે. તેમ બીજાની નિંદા કરવાથી દોષ જીવનમાં આવે. પરનિંદા એ દોષોનો આહવાન મંત્ર છેે. 

કોઇના શરીરની અશુચિને પોતાનું ભોજન બનાવવાનું કામ ડુક્કર કરે છેે. કોઈના પણ દોષો તે તેના જીવનની અશુચિ છેે. તે અશુચિનો આસ્વાદ કરવો એ માનવીયવૃત્તિ તો ન જ કહેવાય. 

આત્મપ્રશંસા દ્વારા સુકૃત્યો અને સદગુણો બળીને ખાખ થઈ જાય છેે. અત્તરની બોટલને ખુલ્લી કરી દેવામાં આવે તો અત્તર ઉડી જાય છેે. બીજને જમીનની અંદર રોપવામાં આવે છેે માટે જ તેનો વિકાસ થાય છેે. ગર્ભસ્થ બાળક માતાના ઉદરના ગુપ્ત સ્થાનમાંજ ઉછરે છેે. બહાર તેના અંગ-ઉપાંગોનો વિકાસ ન થઈ શકે. સુકૃત્ય પણ ગુપ્ત રહે છેે તો જ તેનું તેજ વધે છેે. જે સુકૃત્ય જાહેર થાય છેે તેનું તેજ ક્ષીણ થાય છેે. તમારા કાર્ય ને અને તમારા ગુણોને બોલવા દો. તમારે બોલવાની જરૂર નથી. 

Let your work speak and not mouth.. 

જ્યાં ગુપ્તતા છેે, ત્યાં જ સંરક્ષણ છેે. અને સંવર્ધન છેે. 

તમારું સુકૃત્ય લાખો રૂપિયાની કિંમતનું મૂલ્યવાન ઘરેણું છેે. ઘરેણાંને ખીંટીએ ન લટકાવાય કે શોકેસમાં ન રખાય. તેને તો ઊંડી તિજોરીમાં કે સેઇફના ખાનામાં રાખવું જોઈએ. 

તમે તમારા દોષોનું નિરીક્ષણ કરો અને તે દોષો માટે Guilty Feel કરો એટલે તમારા દોષ નબળા પડે. આત્મનિંદાથી દોષો બળી જાય છેે. જે પોતાના દુષ્કૃત્યો અને દોષો બદલ સાચા દિલનો પશ્ચાતાપ કરે છેે, તેના દોષોનો અને દુષ્કૃત્યોનો પાવર હણાઈ જાય છેે. આત્મનિંદા એ દોષોનો નિકાલ કરવા માટેનો દરવાજો છેે. 

ચાલો, જીવનને ગુણસમૃદ્ધ બનાવવા માટે ગુણાનુરાગ અને આત્મનિંદાનો દરવાજો ઉઘાડો મૂકી દઈએ અને બાકીના બે દરવાજાને તાળા દઇ દઈએ...